પ્રેમ યુગલઃ ક્યુપિડ અને સાઈકી પ્રાચીન સમયમાં ગ્રીક સંસ્કૃતિની સુંદર પેમકથાઓ ખૂબ જ પ્રચલિત હતી એમાંની સૌથી ઉત્કૃષ્ઠ એવી વાર્તા ક્યુપિડ અને સાઈકીનાં પ્રેમ પ્રકરણની છે. આ દંતકથા પ્રેમ દેવીત્વ કથા સમાન ઘણાંય છે. સોનેરી તીર સાથે કામદેવ સ્વરૂપ ક્યુપિડની તસ્વીર આપણે અનેકવાર જોઈ છે. વેલેનટાઈન્સ ડે નિમિત્તે અપાતી ગીફટમાં પણ એનું મહત્વ ખાસું છે. અક્ષ્મ્ય વેદનાઓ અને કપરી યાતનાઓ વેઠીને પોતાના પ્રેમને અમરત્વ આપનાર આ પ્રેમી યુગલની વાર્તા સદીઓ પુરાણી છે. ક્યુપિડ અને સાઈકીનું યુગલ વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થઈને કઠણ પરિક્ષાઓમાંથી પાર ઉતરીને પ્રેમની પરાકાષ્ઠાની સફળ અનુભૂતી કરાવે છે. આ વાર્તા ભલે રોમાંચિત કરી દેનારી પૌરાણીક કથા ભલેને યુરોપિયન પૃષ્ઠભૂમિની હોય છતાંય આપણી માતૃભાષામાં વાંચતી વખતે અનેરી ઉત્સુકતા આવશે એવી ખાતરી છે. -કુંજલ પ્રદીપ છાયા kunjkalrav@gmail.com