તારાથી વિશેષ આ દુનિયામાં બીજું કંઈ છે જ નહીં!

(101)
  • 6.6k
  • 27
  • 1.4k

‘પ્રેમમાં પડવાની કોઈ ઉંમર હોય હા, હોય છે. એ દરેક માટે જુદી જુદી હોય છે. હું તારા પ્રેમમાં પડ્યો એ મારી પ્રેમમાં પડવાની ઉંમર હતી. દરેક માણસ જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે તેના માટે એ પ્રેમમાં પડવાની ઉંમર હોય છે. પ્રેમ ઉંમર જોઈને નથી થતો, પ્રેમ વાતાવરણને જોઈને નથી થતો, પ્રેમ કંઈ જ જોઈને નથી થતો, પ્રેમ બસ થઈ જતો હોય છે. મને તારી સાથે પ્રેમ તો વર્ષો પહેલાં થયો હતો, પણ હું હજુ તને પ્રેમ કરું છું. પહેલાં જેવો જ. હા, રીત કદાચ થોડી બદલાઈ હશે .