ફિલ્મ ગીતોમાં કાવ્યતત્વ હર્ષ બ્રહ્મભટ્ટ આવાઝ મેં પડ ગઈ દરારેં સંપૂરણ સિંઘ કાલરા- આ નામ કદાચ ઘણા બધાને અપરિચિત લાગે, પરંતુ ‘ગુલઝાર’ કહેતાં જ બધા એ વ્યક્તિને તુર્ત જ ઓળખી જાય. ગુલઝારનો જન્મ ૧૮-૦૮-૧૯૩૬ના રોજ પંજાબના દીના (હવે પાકિસ્તાનમાં) નામના એક નાનકડા ગામમાં થયો હતો. શીખ કુટુંબમાં જન્મેલા ગુલઝારને શાળાજીવનથી જ અંતાક્ષરી અને શેરો-શાયરીનો બહુ શોખ હતો. દેશના વિભાજન પછી ગુલઝારનું કુટુંબ અમૃતસર (ભારત) આવી ગયું, પરંતુ ગુલઝાર મુંબઈ પહોંચ્યા. ત્યાં તેમણે શરૂઆતમાં નાનીમોટી જે કંઈ નોકરી મળી તે કરી. તેમણે મુંબઈના વરલીમાં આવેલા એક ગેરેજમાં મિકેનિક તરીકે પણ કામ કર્યું. ત્યાં નોકરી સિવાયના સમયમાં તેઓ શેરો-શાયરી કવિતા લખતા. થોડા સમય