ખરખરો

(27)
  • 4.7k
  • 2
  • 686

કોઈ પરિવારમાં દુઃખના દિવસો આવે ત્યારે એ પરિવારને હૂંફની જરૂર હોય પણ એને કહેવાતાં વહેવારિક સગાંસંબંધીઓ તરફથી મોટાભાગે શું મળે છે સલાહો અને ઠપકા! પરિવારને રાહત થવાના બદલે બળતરા થાય એવી વાતો! મનમાં તોફાન પણ હોય વ્યવહારમાં ડહાપણ દાખવવું પડે. આવા જ એક પરિવારની આ વાત છે. માએ દુનિયા જોઈ છે પણ દીકરાને દુનીયાદારીનો અનુભવ નથી. દીકરો વ્યવહારિક બની શકતો નથી પરિણામે જે થાય છે એ આ વાર્તામાં દર્શાવ્યું છે. બીજી વાર્તાઓની જેમ મારી આ વર્તા પણ વાચકોને ગમશે તો મને આનંદ થશે. વાચકોના પ્રતિભાવો મળતા રહે છે. એ તમામનો હું આભાર માનુ છું. આ વાર્તા વાંચીને પણ પ્રતિભાવ આપવા વિનંતી છે. –યશવંત ઠક્કર