જામો,કામો ને જેઠો

(37)
  • 4.9k
  • 2
  • 1.4k

છેલ્લે એ મોજ કરી કે, (ભાષાના વિષયોમાં કનુભાઈનું ‘એક્સ્ટ્રા કલાસિસ’ના નામ પર ટ્યૂશન બોલાવવું – એકદમ ખોટું ભણાવવું – વ્યાકરણને કબજિયાત કરી મૂકે તેવા નિયમો લાવવા – બાલમંદિરથી પૂજા સાથેની મારી દોસ્તી - પૂજાને વ્યાકરણ શીખવવાની સાથે થોડો ફાયદો લેવો – સ્કૂલ તરફથી મૃણાલ શાહનો મોટીવેશનલ સેમિનાર – સેમિનાર પત્યા પછી ‘લીંબુડી’ ફાસ્ટફૂડમાં જવું – ગેલેક્સીમાં ‘કોકો’ પીવા માટે જવું) આગળ મોજ કરીએ ચાલો, અંતે, એકઝામના આગળના દિવસે સ્કૂલમાં જઈને ક્લાસ જોઈ આવ્યા. બીજે દિવસે સવારે એકઝામ આવીને ઉભી રહી. અમારું પેપર સવારે સાડા દસ વાગ્યાનું હતું. મારા કરતા મમ્મી-પપ્પાને વધુ ખુશી હતી. ‘ખૂબ આગળ વધો’ના આશીર્વાદ લઈને હું સ્કૂલ ગયો. મારા ઘરની સામે જ સ્કૂલ હતી. બોર્ડની એક્ઝામ પહેલી જ વાર હોઈ પોલિસ બંદોબસ્ત જોઇને અચરજ લાગ્યું. લગભગ એકાદ કલાક પહેલા જ બધા આવી પહોંચ્યા હતા. અમુક સ્કૂલના જાણીતા મિત્રો પણ હતા. અંતે, અમને તિલક કરીને સ્કૂલમાં અંદર પ્રવેશ આપવામાં આવ્યો. ક્લાસની બહાર ઠંડા પાણીની વ્યવસ્થા હતી. મહત્વની વાત એ હતી કે, મારી પાછળ એક છોકરી હતી. અને, તે બીજું કોઈ નહિ પરંતુ – કનિષ્ઠા હતી. જે અમારી સ્કૂલમાં જ હતી. અમે બંને એક જ ક્લાસમાં વર્ષોથી હતા. કનિષ્ઠા ચેમ્પિયન હતી. જીમ્નેશિયમમાં ઢગલાબંધ મેડલ્સ અને સર્ટિફિકેટ મેળવી ચૂકી હતી. દેખાવમાં અદ્દલ ચાઇનીઝ લાગે. પરંતુ, કોઈપણનો પોટેન્શિયો હલબલાવી મૂકે તેવી હતી. અમે બંને સ્કૂલમાં બહુ ફ્રેંક હતા. શી ઈઝ ટુ હોટ ! બ્લેક શર્ટ અને ચપોચપ જીન્સ પહેરીને મારી પાછળ જ બેઠી. પહેલું જ પેપર ગુજરાતીનું હતું. ક્રમશ: - ઇલુ -ઇલુ એકઝામ્સ તરફ....