અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૩

(55)
  • 4.8k
  • 8
  • 883

વાંચક-મિત્રો, પાછલા પ્રકરણમાં લેખક રીઝવાનભાઈએ એક નવું જ પાત્ર..અમોલનું, આ વાર્તામાં ઉમેર્યું. અનિકેતને બ્લેકમેઈલ કરવા માટે ફોટાઓ તેણે જ પડ્યા હતા, અને જોગાનુજોગ તે અશ્ફાકનો મિત્ર પણ છે, એટલે આ વાત તેણે અશ્ફાકને જણાવી દીધી. સાથે સાથે તેણે એક ચોંકાવનારી વાત એ પણ કહી કે અનિકેતનું અપહરણ થવાની શક્યતા છે, અને તે પણ ઇન્ટરનેશનલ લેવલ પર. તો વાર્તામાં હવે આંતરરાષ્ટ્રીય ગુનેગારો આવી શકે છે. કોણ હોઈ શકે તે મિતુલ તો ન જ હોય કારણ આપણે જાણીએ છીએ, કે તેનું નેટવર્ક તો ફક્ત ગોવા પુરતું જ સીમિત છે. તો પછી તે ઉપરાંત રીઝવાનભાઈએ પ્રણાલી-અનિકેતની એક મુલાકાત દેખાડી જેમાં જોરદાર સંવાદો સાથે બંને વચ્ચે ચકમક ઝરી. અનિકેતે અશ્ફાક સાથે પોતાનાં સંબંધો જાહેર કરી દીધા, જે પ્રણાલીને મંજુર નહોતા, અને બંને છુટ્ટા પડ્યા, બલ્કે છુટ્ટા પડી ગયા. કદાચ.. હંમેશ માટે.. તો હવે મારે પ્રણાલીની મન:સ્થિતિનો તાગ મેળવવો હતો. પોતાનો પ્રેમી કોઈ પરસ્ત્રી સાથે સંડોવાયો હોય તેવું તો ઘણી વાર બનતું હોય, ને સાંભળ્યું પણ હોય. તેનો નિવેડો આવી શકે. પણ, અહિયાં તો અનિકેત કોઈ બીજા પુરુષમાં અટવાયો છે. આવી વિચિત્ર પરિસ્થિતિ પ્રણાલી માટે ખુબ જ નવી છે. કોઈના પણ માટે આ ખુબ જ વિષમ સ્થિતિ કહેવાય. આવી હાલતમાં એક સ્ત્રી શું વિચારતી હોય તેના ભાવ-પ્રતિભાવ કેવા હોય કોઈક સ્ત્રીની આવી જટિલ મન:સ્થિતિનો તાગ એક બીજી સ્ત્રી સિવાય કોણ કાઢી શકે અને હા, પ્રણાલી એકદમ આધુનિક છોકરી છે, તો તેની મનોગત તો કોઈ આધુનિક વિચારસરણી ધરાવતી સ્ત્રી જ વધુ સારી રીતે વર્ણવી શકે. અને એટલે રીટાબેન ઠક્કર સિવાય બીજું કોણ આવે મારી નજરમાં રીટાબેનનો લખેલ સાતમો એપિસોડ તો આપ સહુએ વાંચ્યો જ છે. એકદમ બેલેન્સ્ડ એપિસોડ હતો એ. બેધડક શૈલીમાં લખાયેલ આ એપિસોડમાંનું એક વાક્ય ‘એનકેશ કરી લે તારું માતૃત્વ’. કોઈક બેરર ચેક હોય તેમ તારું માતૃત્વ વટાવી લે. તેનો આવો ફાયદો ઉઠાવી લેવાની..માતૃત્વ જેવા દિવ્ય અહેસાસનું આવું નિમ્ન પ્રકારનું વ્યાપારીકરણ કરવાની..સલાહ, રીટાબેન જેવી આધુનિક સ્ત્રીએ જ આ લખવાની હિમ્મત કરી હતી. એટલે આ એપિસોડ મેં તેમની જ પાસે લખાવ્યો. અને તમે જોઈ શકશો કે હું મારી પસંદગીમાં જરાય ખોટો નથી પડ્યો, કે નથી તેઓ એક પાઈભાર પણ તેમાં ઉણા ઉતર્યા. પાંચ હજારથીયે વધુ શબ્દોનો એક લાં..બો એપિસોડ તેમણે લખી આપ્યો છે, કે જેમાં પ્રણાલીને તેમણે આપણી સમક્ષ ખુબ સરસ રીતે રજુ કરી છે. એક ખરેખર બોલ્ડ કહી શકાય તેવો નિર્ણય તેમણે તેની પાસે લેવડાવ્યો છે. એકંદરે એક ખુબ જ ખુબસુરત એપિસોડ લખી આપવા બદલ હું આ ખુબસુરત મહિલાનો ખુબ ખુબ આભાર માનું છું. તો આપ સહુ પણ તેમનો આ એપિસોડ વાંચો અને ચોક્કસ જ આભાર માનવાનું આપનું પણ મન થઇ આવશે તેની મને ખાતરી છે. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા..