પ્રેમમાં ગળાડૂબ યુવતીનો અદભુત એકપક્ષીય સંવાદ. હૈયું એક ધબકાર ચૂકી ગયું. ..ઓફ્ફવ્હાઈટ કુર્તો, નાજુક રેશમી દોરાનું વર્ક અને ગળામાં મરુન દુપટ્ટો…જાણીને કે અજાણતાં જ ખુલ્લા રખાયેલા કુર્તાના પહેલા બે બટનમાંથી થોડા વાળ એના સ્વભાવની જેમ જ બેપરવાઈથી હવામાં ફરફરતા હતા. છ ફૂટની હાઈટ, રેગ્યુલર કસરતની ચાડી ખાતું આશુનું સપ્રમાણ સ્નાયુબધ્ધ શરીર.. પહોળી છાતી-પતલી કમર ..આશુ ઉપર આ ટ્રેડીશનલ ડ્રેસ ગજબનો ઓપતો હતો. જે આશુને મારા સૌંદર્યથી અભિભૂત કરવાના સપના સેવતી બેઠેલી એ આશુને જોઇને હું પોતે જ બેહોશ થવાની તૈયારીમાં હતી. આગળ શું થયુ એ વાંચવા ડાઉનલોડ કરો નાજુક નમણી પ્રિયતમાનો ભાગનંબર - ૩