શૃંગારને મહત્વ

  • 6.5k
  • 6
  • 1.4k

પુરાતન કાળથી લઇને આપણો દેશ હિંદુસ્તાન હમેંશાં શૃંગારને મહત્વ આપતો રહ્યો છે.તત્કાલિન સમયમાં પણ કામ અને શૃંગાર કાવ્યો પર કોઇ પણ જાતનો પ્રતિબંધ હતો નહી.આપણે હમેશાં આધુનિકતાનો દંભ લઇને ફર્યા કરીયે છીએ,પણ કોઇ જાતિય વિષય કે શૃંગારિક વર્ણનો આવે છે ત્યારે આપણે દંભી બની જઇએ છીએ પણ ખાનગીમાં મોટાભાગના લોકોનો આ રસનો વિષય રહ્યો છે સમાજ કેટલો દંભી છે.બ્લ્યુ ફિલ્મોથી લઇને ઇન્ટરનેટ પોર્નને ખાનગીમાં હોંશે હોંશે જુએ છે,પણ જ્યારે જાહેરમાં ચર્ચાનો વિષય બને ત્યારે આપણે આપણો દંભનો મુખવટો પહેરી લઇએ છીએ.આપણા પૂર્વજો આવા વિષયો પ્રત્યે દંભી નહોતાં.એટલે તો કામશાસ્ત્ર,શૃંગાર-શતક અને મેઘદૂત જેવાં મહાકાવ્યો હિંદુસ્તાનમાં રચાયા છે. ગુણવંતશાહ લખે છે, સેકસ અંગે વાતો કરતી વખતે હું ગાંધીજીથી ઓછો નિખાલસ થવા ઇચ્છતો નથી.આ ચાલીસ મિનિટનાં વ્યકત્વ દરમિયાન તો હું નિખાલસ હોઇશ પછીની ખાતરી ન આપી શકું.સેકસ અંગે થોડીક એકેડમિક વાતો કરતી વખતે કોઇ પરમ પવિત્ર બાબત વિષે બોલી રહ્યો હોંઉ એવો અનૂભવ હું અત્યારે કરી રહ્યો છું.માણસની પ્રકૃતિદત્ત ઝંખનાઓનો મધુર ગુંજારવ સેકસ થકી પ્રગટ થતો જણાય છે.મારી નમ્ર માન્યતા એવી છે કે સેકસને લલિતકલાનો દરજ્જો પ્રાપ્ત થવો જોઇએ.આવું બને તો બે અંતિમોથી બચવું પડે-અતિરેક અને અભાવ. ગંદા અતિરેકનો રેલો છેક એઇડસ સુધી લંબાયો છે અને આર્દશમાં ખપેલા હઠીલા અભાવનો રણવિસ્તાર ગલત માન્યતાને કારણે બ્રહ્મચર્ય તરીકે ઓળખાય છે. આવું વ્યકત્વ ગુણવંતશાહ જ આપી શકે.સવાલ આપણી સામે આવી ઉભો રહે છે.શું સેકસની વાતો કરવી એ અશ્લિલતા છે તો જે દેશનાં ખજુરાહો જેવા પવિત્ર મંદિર જેવા સ્થાપત્યમાં કોતરાયેલા રતિશિલ્પોને અશ્લિલતા ગણવી કે આપણી શૃંગારીક સંસ્કૃતિની ધરોહર! રામાયણથી મહાભારત સુધીનાં ગ્રંથોમાં વિલાશપ્રચુર વર્ણનો જોવાં મળે છે.આપણા દેવી-દેવતાઓના જાતિયઆવેગોને વિલાશ વર્ણનો લખેલાં છે.શિવ અને પાર્વતીનાં વિલાશપ્રચુર વર્ણનો કુમારસંભવમાં જોવા મળે છે.