જામો, કામો ને જેઠો

(49)
  • 5k
  • 1
  • 1.4k

છેલ્લે એ મોજ કરી કે, (બીજી વાર ક્રિષ્નાનો કૉલ આવ્યો – શરમને તોડતી વાત થઇ – તેની સિસ્ટરના સેલમાં ફોન કર્યો – એકબીજાને કેટલા સમયથી જાણીએ છીએ એ વાત થઇ – ફાઈનલી, ‘આઈ લવ યુ’ કહેવાયું – ગાંગાણીનું બાજુમાં જ સૂવું) આગળ મોજ કરીએ ચાલો,   સૌથી વધુ છૂટ કનુભાઈએ લીધેલી, એ હતી પૂજા લાલીવાલા. વન્ડરફૂલ. રિઅલ બ્યૂટી. વધુ પડતી ઇટાલિયન પણ ન લાગે, જસ્ટ લાઈક અ સ્ટાન્ડર્ડ ગર્લ ! ગાર્લિક ગર્લ ! ક્રિષ્ના, શ્રુતિ, બિનાકા અને પૂજા. આ દરેક ગર્લ્સનું એક મસ્ત મજાનું ગ્રુપ હતું. ઈર્ષ્યા તો હતી જ ! પરંતુ, સાથે રહેતા હતા. તેમાં પૂજા અને શ્રુતિ બંને એકબીજાની નજીક હતી. હોશિયાર છોકરી ! સ્કૂલ કે ટ્યૂશનના ‘ટોપ ટેન’માં રેન્ક લઇ આવતી. પૂજાને હું ક્રિષ્ના પહેલાનો જાણતો હતો. બાલમંદિર - નર્સરી કે.જી.માં તે મારી સાથે હતી. અમે બંને ક્લાસના મોનિટર હતા. હું બોય્ઝમાં હોમવર્ક ચેક કરતો. પૂજા અને હું બંને એક જ પાથરણાં પર બેસતા. તે સમયે અમારી સ્કૂલમાં બેંચ નહોતી. રોજ સવારે આવીને પાથરણાં પાથરીને બેવાનું. તેમાં હું અને પૂજા બંને બાજુ-બાજુમાં બેસતા. હું પહેલેથી થોડો અવળચંડો અને તોફાની હતો. અટકચાળા કર્યા વિના મને ચાલતું જ નહિ. લેટ્સ ગો ફોર પૂજા ! વન્ડર બ્યૂટી !