આપણે જોઈ ગયા કે બૃહદ્રથ અને જરાસંધ થી શરુ થયેલ મગધના રાજવંશની આણ પ્રદ્યોત રાજવંશ આવતાં સમાપ્ત થઈ પણ તે વંશનું રાજ અવંતિ ઉપર ચાલુ હતું અને મગધ ઉપર હર્યંક વંશનું રાજ ચાલું થઈ ગયું હતું. ઇસાની પહેલા છઠ્ઠી સદીના મધ્યભાગમાં રાજગૃહને રાજધાની બનાવી રાજા ભટ્ટીય હર્યક વંશના સ્થાપક બન્યા પણ એમનો પુત્ર રાજા બિમ્બીસાર વધુ પ્રસિદ્ધિ પામ્યો હતો. રાજા બિમ્બીસાર ૧૫ વર્ષે રાજગાદી પર બેસી ચૂકયો હતો. બિમ્બીસારનાં પિતાનું નામ પુરાણો પ્રમાણે હેમજીત અથવા ક્ષેમજીત હતું. તો તિબેટીયન સાહિત્ય પ્રમાણે એનું નામ મહાપદ્મ હતું. Read more in article .