મુસાફરને એક રાતે એક હબસી સ્ત્રી જોવા મળી જે સંપૂર્ણ નગ્નાવસ્થામાં હતી, તેના શરીરે ચાબુકના અગણિત ઉઝરડા પડ્યા હતા અને એ ઘાવમાંથી માંસના લોચેલોચા લબડી રહ્યા હતા. ત્રીજા મહેમાનને મધરાતે એક એવી સ્ત્રીનો ભેટો થયો જે ગર્ભવતી હતી, પણ એનું પેટ ચીરાઈ ગયું હતું. ચીરાયેલા પેટમાંથી બહાર પડું પડું થઈ રહેલા ગર્ભને તે બંને હાથો વડે પોતાના ગર્ભાશયમાંથી બહાર સરી જતો અટકાવવાની કોશિશ કરી રહી હતી