જગતમાં દાળવડા જેવી અદ્ભુત ફરસાણની ઉત્પત્તિ ક્યારે થઈ એ વિશે તો કોઈ અભ્યાસ થયાનું જાણમાં નથી પણ એટલું ચોક્કસ કે મહાભારત કે રામાયણ પછીનાં યુગમાં જ થઈ હશે કારણ કે આ બે મહાગ્રંથોમાં દાળવડાની ઉત્પત્તિ જેવી મહાન ઘટના નોંધવાની રહી જાય એ અશક્ય છે. મુખ્યત્વે મગની ફોતરાવાળી દાળમાંથી બનતું આ ફરસાણ ચોમાસા દરમિયાન લોકપ્રિયતાની તમામ સરહદો વટાવી જાય છે. એક વરસાદ આવે ને જેમ વરસાદી દેડકાં કે ફૂદાં ઠેરઠેર ફૂટી નીકળે એમ દાળવડાની લારીઓય ગલીએ ગલીએ ફૂટી નીકળે છે. ચોમાસું જાય પછી આ લારીઓ ...........