સત્ય ઘટના પર આધારિત - ધૂપ (૨૦૦૩) -કિશોર શાહઃસંગોઇ ડિરેકશન : અશ્વિની ચૌધરી સ્ટોરી-સ્ક્રીન પ્લે : કુમુદ ચૌધરી સંવાદ : કુમુદ ચૌધરી-સંજય ચૌહાણ સંગીત : લલિત સેન ગીત : નીદા ફાઝલી ગાયક : જગજીત સીંઘ-હરિહરન-વડાલી બ્રધર્સ-શ્રેયા ઘોષાલ કલાકાર : ઓમ પુરી-રેવથી-સંજય સુરી-સાકેત બહલ-ગુલ પનાગ-ગોપી દેસાઇ-યશપાલ શર્મા-અહેસાન ખાન-રોમીતાશ્વા ગૌર-પ્રિતી દયાલ અને અન્ય. ફોટોગ્રાફી : અરૂણ વર્મા ઍડિટીંગ : અરવિંદ ત્યાગી ધૂપની કથા સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મનું સૂત્ર છે ‘‘વ્હેન વોર એન્ડસ્....બેટલ બીગીન્સ’’ જ્યારે યુદ્ધ પૂરું થાય છે....ત્યારે લડાઇ-સંઘર્ષ શરૂ થાય છે. કારગીલના યુદ્ધમાં શહીદ થનાર કેપ્ટન અનુજ નાયરના પિતા પ્રોફેસર એસ.કે. નાયર અને એમના કુટુંબના સંઘર્ષની આ સત્ય