હું વાંચવા બેસું છું તે જગ્યા, ટેબલ સ્વચ્છ રાખું છું. શરીર ટટ્ટાર રાખી, મનને એકાગ્ર રાખી સ્વચ્છતાથી અને પ્રસન્ન્તાથી રસપૂર્વક વાચું છું. સારા વિચારો કરું છું. મને બધું જ આવડે છે, મને બધું જ આવડશે એવા વિશ્વાસથી તૈયારી કરું છું. ત્યારે સાથે સાથે આઇન્સ્ટાઈનનો સુવિચાર પણ દ્રઢ કરું છું. તેઓએ કહ્યું છે, ‘બાળકને જીવન અને જગતની સુંદરતા સમજવા અને માણવાની કેળવણી પણ મેળવી જોઈએ. માત્ર ટેકનિકલ પણ મેળવી જોઈએ. માત્ર ટેકનિકલ તાલીમ પામેલ માનવી તો કેળવાયેલા કૂતરા બરાબર જ રહેશે.