દુનિયામાં એક પણ માણસ એવો નહીં હોય જેને ક્યારેય નેગેટિવ વિચાર આવ્યા ન હોય. નકારાત્મક વિચારો આવવા એ ખૂબ જ સ્વાભાવિક છે. કોઈ જ વ્યક્તિ કાયમ માટે પોઝિટિવ વિચારો કરી જ ન શકે. વિચારો ક્યારેક તો આપણને અજવાળામાંથી અંધારા તરફ ખેંચી જ જતા હોય છે. જિંદગીમાં કંઈ જ હન્ડ્રેડ પર્સન્ટ હોતું નથી, ન તો નેગેટિવિટી, ન તો પોઝિટિવિટી. મનમાં સારા-નરસા, ગૂડ-બેડ, પોઝિટિવ-નેગેટિવ, દેવ-દાનવ વચ્ચે યુદ્ધ ચાલતું જ રહે છે. આપણે કેટલી ઝડપથી નેગેટિવિટીને હટાવી દઈએ છીએ. તેના પર જ આપણી પોઝિટિવિટીનો આધાર રહેતો હોય છે.