Sanjay Pithadia sanjayrpithadia@gmail.com લવલી લવ મેરેજ આપણા વડવાઓના વખતમાં પુત્ર કે પુત્રી અવતરે ત્યાંજ એમનાં વેવિશાળ થઈ જતાં. ઘણા પરિવારોમાં તો જન્મ પહેલાં જ એવું એડવાન્સ બુકીંગ થઈ જતું કે તમારે ત્યાં દીકરી જન્મે અને અમારે ત્યાં દીકરો જન્મે (કે એથી ઊલટું) તો બંનેને પરણાવીને આપણે વેવાઈ બનીશું. પછી એવો સમય આવ્યો કે છોકરો-છોકરી એકબીજાને જોયાં કે મળ્યાં વગર જ, માબાપની મરજી પ્રમાણે પરણવા લાગ્યાં. મહાત્મા ગાંધી કસ્તુરબાને લગ્ન અગાઉ જોયા વગર જ પરણ્યા હતા. છેલ્લા ઘણાં વર્ષોથી જ્ઞાતિઓના પ્રમુખો અને સભ્યો ‘યુવક-યુવતી મેળાવડો’ ગોઠવતાં હોય છે જેમાં જે-તે જ્ઞાતિના ફ્રેશ, હાઈ-ક્લાસ, ગરમા-ગરમ, સેકન્ડ હેન્ડ કે લેટ-લતીફ સેમ્પલો એકબીજાને જુએ,