આ એજ એટલે આભા - 3

(21)
  • 4.3k
  • 4
  • 961

નિકિતા નિખિલ ને વળાવી વિચારોમાં ખોવાએલા ચહેરા સાથે ધરમાં પ્રવેશ કરે છે અને નીકીતા ની રાહ જોતા કૃષ્ણકાંત શેઠ નિકિતાને જોતજ થોડું મલકાયા. જાણે નિકિતા ને પ્જ્વ્તા હોય એમ હળવે થી પુછ્યુ “ ભુખ છે કે પછી એ પણ સમયની જેમ ઉડી ગઇ છે “ નિકિતા સહેજ સરમાઇ ગઇ અને કહ્યું” હોયજ ને તમે પસંદ કરેલા મુરતીયા ને ક્યા ખબર જ પડે છે કે સાજના જમવા ના સમયે પોતાની ભાવી પત્ની ને કોઇ સારી હોટલ મા લઇ જવી જોઈએ અને હા ચાલો એ બધી વાત મુકો બાજું પર અને કહો કે તમે જમ્યા કે નહીં એ પહેલા વાત કરો” નિકિતા થોડા આકરા શબ્દોમાં શેઠને કહ્યું.