BOOT POLISH

(12)
  • 5.2k
  • 1
  • 1.4k

સ્વાશ્રયનો સંદેશ : બૂટ પૉલીશ (૧૯૫૪) -કિશોર શાહઃસંગોઇ રાજ કપૂરે પ્રણય ફિલ્મો સાથે સાથે બે બાળ ફિલ્મો બનાવી. એક હતી અબ દિલ્હી દૂર નહીં અને બીજી બૂટ પૉલીશ. ભૂખ અને ભીખના ભરડામાં ભીંસાતા દેશના બાળધનને સ્વાશ્રયી કરી પોતાના પગ પર ઊભા થવાનો સંદેશ આપતી બૂટ પૉલીશ ફિલ્મ એ સમયે ખૂબ ચાલેલી. આ ફિલ્મમાં જીવનનો એક પ્રાણ-પ્રશ્ન બેલુના મુખે મુકાયો છે : ચાચા, ભૂખ રોજ ક્યોં લગતી હૈ ? આ ભૂખ માણસને શું નથી કરાવતી ! આ ફિલ્મના ડિરેકટર પ્રકાશ અરોરા હતા. રાજ કપૂરને ગીતોના ચિત્રીકરણમાં મજા ન આવી એટલે ગીતોનું ચિત્રીકરણ ફરી કરવામાં આવ્યું હતું. એ સમયે કેટલીક બાળ ફિલ્મો