પદ્ય કે કાવ્ય વિશે સામાન્ય વિચાર કરતાં એવું લાગે કે, શું શબ્દોના જોડકણાં માત્રથી કે શબ્દોનો મેળ બેસાડીને જ કવિતાનું સર્જન થઇ જતું હશે! પણ ના, મને લાગે છે કે કવિતા એટલે Spontaneous Outflow Of Powerful Feelings... કવિતાઓનું મારું પ્રથમ પુસ્તક...તને લઈને મળવા તું આવ. . .જેમાં વાત છે પ્રેમની, વિરહની, માનવ મનનાં ભાવજગતમાં સ્ફુરણ પામતી લાગણીઓની અને બીજુ ઘણું બધું...