સમયનો મિજાજ વિચિત્ર હોય છે. સમયની ફિતરત અવળચંડી છે. સમય કાયમ માટે મિત્ર પણ હોતો નથી અને હંમેશ માટે શત્રુ પણ હોતો નથી. સમય કયારેક સાથીદારના રૂપમાં મોજુદ હોય છે તો કયારેક એ જ સમય હરીફ બનીને સામે આવીને ઊભો રહી જાય છે. સમય આપણને ચેલેન્જ આપતો રહે છે. પડકારને જે સ્વીકારી નથી શકતો એને સમય હરાવી દે છે. પડકારને જે પ્રેમ કરે છે એની પાસે સમય શરણાગતિ સ્વીકારી લે છે. સમય સામે ફરીયાદ ન કરો. સમય સામે સવાલ ન કરો. સમયને સવાલ નહીં, જવાબ જોઇતા હોય છે. આપણે જવાબ આપવાની ક્ષમતા કેળવવાની હોય છે.