ત્રીજો પુરુષ એકવચન

(47)
  • 7.9k
  • 2
  • 1.1k

હા....તુલી...ચોક્ક્સ ખૂશ થયો છુ,કારણકે તારા જીવનમાં મારો કોઇ શુન્યાવકાશ હોઇ એવું લાગતું નથી... વ્યોમનો આ વ્યંગ સાંભળીને તુલીકાની આંખોમાં ભીનાશ ઉભરાઇ આવી.એ વ્યોમને દેખાઇ નહી એટલે ચાલ હું નીકળું છું કહીને ઝટપટ રવાનાં થઇ ગઇ. ગેલેરીની બહાર આવીને ઝટપટ એનાં પર્સમાથી મોબાઇલ કાઢીને મેસેજ વાંચવાં લાગી... મેસેજમાં લખ્યુ હતુ, ક્યાં ખોવાઇ ગઇ છે...બે કલાકથી ગાયબ થઇ ગઇ છે તુલીપબેબી.....તારી રાહ જોઇ જોઇને હું થાકી ગયો છુ... હસતાં હસતાં તુલીકાએ આગળ મેસેજ વાંચવાં લાગી. ઓ ઝાકળસુંદરી....બહું વાઇડી ના થા...અને મારો મેસેજ વાંચીને મને ઘાં એ ઘાં ફોન કર...મારાથી રહેવાતું નથી હવે... તુલીકાનાં ચહેરાં પર એક અભિમાની સ્મિત આવી ગયુ...અને મનોમન બબડી ઉઠી.... વ્યોમ...તારી યાદમાંથી બહાર નીકળવાં માટે આ પાગલનો પ્રેમ જ કામ કરી ગયો...નહીતર આજે પણ મનોમન મારી જાતને તારી દોષી સમજતી હોત... તુલીકાની નજર સામેનાં નાટય થીયેટર પર સાંજનાં નાટકનું બોર્ડ માર્યુ હતુ.. ત્રીજો પુરુષ એકવચન