Ramnaam

  • 7k
  • 6
  • 3.1k

જેમ સામાન્ય માણસને ભીડ પડે ત્યારે મુખમાંથી એક જ શબ્દ નીકળે છે કે ‘હે રામ’. મહાત્મા ગાંધીજીમાં આ શબ્દ રોપનાર તેમની દાઇ રંભા હતી. આ બીજ તેમનામાં વિકસતુ ગયું. આધ્યાત્મિક, માનસિક અને શારીરિક એમ ત્રણેય પ્રકારની વ્યાધિમાં રામનામ માણસનો સૌથી મોટો આધાર બને છે તેવી શ્રદ્ધા ગાંધીજીએ પોતાના લખાણોમાં વારંવાર વ્યક્ત કરી છે. આ લખવા પાછળના ગાંધીજીનો ઉદ્દેશ કદાચ એ હોઇ શકે છે કે માણસો ફક્ત મુશ્કેલીમાં જ રામનામને યાદ કરતા હોય છે, કદાચ એવું જ કંઇક કે તરસ લાગે એટલે જ માટલા પાસે જવુ, બાકી નહી. ગાંધીજી ચોક્કસપણે માનતા હતા કે જો મણસ પોતાની જાતને પૂરેપૂરી ઇશ્વરને હવાલે કરી દે, પોતાની જાત પર કાબૂ રાખે તેમજ અન્યો સથે સંબંધોમાં જો ઇશ્વરના કાયદા પ્રમાણે ચાલે તો તે બીમારીમાંથી ચોક્કસપણે ઉગરી જાય.