ધક ધક ગર્લ - ભાગ ૫

(107)
  • 7.2k
  • 5
  • 3k

આય ગોટ એન્ગેજ્ડ.. ફક્ત ત્રણ શબ્દોના એક જ વાક્યે અમને એકબીજાથી કેટલા દુર કરી નાખ્યા હતા..! એટલા દુર..કે અમારે બેઉએ એકબીજાને ફોન કરતા ય હવે વિચાર કરવો પડે છે. ક્ષણાર્ધમાં જ તેનું જગ અને મારું જગ..સાવ જ વેગળા પડી ગયા હતા. હજી ગઈકાલ-પરમદિવસ સુધી અમારા સપનામાં ય નહોતો એવા કોઈ પાટીલના છોકરાએ તેની આંગળીમાં વીંટી શું પહેરાવી..આજ સુધી મારી જ કહેવાતી તન્વી, આજે તેની થઇ ગઈ.. ફક્ત તેની જ..! . ખુબ જ વિચિત્ર લાગતું હતું આ બધું, જાણે કે મને કોઈ લકવો મારી ગયો હોય. શરીર આખું જાણે બધીર પડી ગયું હોય. ગમે તેમ તો ય, હું અને તન્વી છેલ્લા બે-ત્રણ વર્ષથી સાથે જ હતા. કેટલીયે ક્ષણો અમે સાથે જ વિતાવી હતી. કેટલીયે મુવીઝ.. મ્યુઝીક કોન્સર્ટ્સ.. નાની નાની વસ્તુઓનું શોપિંગ.. લોંગ-ડ્રાઈવ.. એકબીજાના સુખ-દુઃખમાં સાથ.. એકમેકને ચીયર-અપ કર્યા હતા.. એકબીજાની વિનિંગ-મોમેન્ટસ સેલીબ્રેટ કરી હતી. એકબીજાના બર્થડે પર સહુથી પહેલા વિશ કર્યા હતા. કેટલા બધા મેસેજીસ.. કેટલા બધા લવ યુ કેટલા બધા મિસ્સ..યુ ઉફ્ફ..!!! . અચાનક મારી છાતી ભરાઈ આવી. છોકરો જોવા આવે, ત્યાં સુધી ઠીક છે. પણ આવું સાવ અચાનક એન્ગેજ્ડ બધું જ જાણે પૂરું થઇ ગયું હોય તેવું લાગવા લાગ્યું.