સુખના સમયમાં પણ તું ખુશ કેમ નથી રહેતો

(80)
  • 6.4k
  • 21
  • 1.5k

માણસ જિંદગી આખી સુખનો મતલબ શોધતો રહે છે. સુખ એટલે શું સુખની વ્યાખ્યા કઇ રીતે કરવી સુખની અનુભૂતિ કઇ રીતે થાય સુખ હોય ત્યારે આપણે ખરેખર સુખી હોઇએ છીએ સુખની એક સાવ સીધી સાદી અને સરળ સમજ એ છે કે જે હોય તેને એન્જોય કરવું. જેટલું છે એટલું માણવું. દુ:ખનું એક કારણ અભાવ છે. આપણી પાસે ગમે એટલું હોય તો પણ આપણને ઓછું જ લાગે છે. અસંતોષ સુખનો અહેસાસ થવા દેતો નથી. સંપત્તિથી સુખ ખરીદી શકાતું નથી એ આપણે સહુ જાણીએ છીએ. ધનથી સુખી થવાતું હોત તો કોઇ અમીર દુ:ખી ન હોત અને કોઇ ગરીબ સુખી ન હોત. સુખ એરકન્ડીશનમાં મળતું નથી અને ઝાડ નીચે છાયામાં પ્રકૃતિની મોજ માણતા માણસને દુ:ખ સ્પર્શી શકતું નથી. સુખ તો સ્વભાવમાં હોય છે. સુખ માનસિકતામાં હોય છે. સુખ વિચારોમાં હોય છે. સુખની હાજરી તો સર્વત્ર છે જ. દુ:ખની પણ છે. તમે શું પસંદ કરો છો તેના ઉપર સુખ અને દુ:ખનો ઘણો મોટો આધાર હોય છે.