શું ગાંધીજીના સ્વપ્નનુ ભારત આ જમાનામાં શક્ય છે ખરુ? ‘મારા સ્વપ્નનું ભારત’માં મહાત્મા ગાંધીએ પોતાનું ભારત કેવું હોવું જોઇએ તેની કલ્પના કરી છે. પરંતુ આપણા મનમાં તરત વિચાર આવશે કે આપણા રાજકારણીઓ કે જેમના હાથમાં દેશની ધુરા છે તેઓ ગાંધીજીના વિચારોને અનુસરી રહ્યા છે? અલબત્ત જેવા ભારતની કલ્પના કરી હતી તેવું આજે શક્ય છે ખરું? ફક્ત બીજી ઓક્ટોબરે જ ગાંધીજીના પૂતળા કે આશ્રમની મુલાકાત લેનારા નેતાઓએ કદી તેઓ શું ઇચ્છતા હતા તેને અમલમાં મુક્યુ છે ખરું. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો જે ભારતવર્ષમાં તમામ કોમો હળીમળીને રહેતી હશે, તેમાં અસ્પૃશ્યતા પાપને અથવા કેફી પીણા અને પદાર્થોને સ્થાન હોઇ શકે નહી સ્ત્રીઓ પુરુષોના જેટલા જ હકો ભોગવશે.આપણે દુનિયા શાંતિથી રહેતા હોઇશું તેથી આપણે નાના લશ્કરની જરૂર પડશે. જે ગાંધીજી ઇચ્છતા હતા તેમાંનું આજે કંઇ જ જોવા મળતું નથી. રાજકારણીઓે પોતાના સ્વાર્થ માટે મત બેન્કે પ્રજાને અલગ પાડી દીધી છે, તેમજ શરાબથી લઇને અનેક બદીઓથી જ્યારે ભારત ઘેરાઇ ગયું છે ત્યારે આ પુસ્તક પર દરેકે નજર નાખવી રહી.