કાર ઘરના કમ્પાઉન્ડમાં દાખલ થઈ રહી હતી ત્યાં જ આંખ સામેનું દૃશ્ય જોઈને તેઓ ચોંકી ગયા. તેમણે જોયું કે ઘરનાં તમામ બારી-બારણાંની તિરાડોમાંથી પુષ્કળ પ્રકાશ રેલાઈ રહ્યો હતો. જાણે કે ઘરની અંદર કોઈ તેજસ્વી પ્રકાશપુંજ પ્રજ્જવલિત હોય! ઘરમાં કોઈ લૂંટારા ઘૂસ્યા હશે એવી બીકથી રેજિનાલ્ડની પત્ની અને બાળકો ફફડી ઊઠ્યાં. અસમંજસમાં અટવાયેલા રેજિનાલ્ડે કારને ઘરની વધુ નજીક લીધી ત્યાં જ પેલો પ્રકાશ અચાનક જ અદૃશ્ય થઈ ગયો અને તેમનું ઘર ફરીથી અંધકારની આગોશમાં લપેટાઈ ગયું