અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૦

(57)
  • 3.5k
  • 4
  • 1.1k

વાંચક-મિત્રો, આ પહેલાના પ્રકરણ ૯માં લેખિકા સરલાબેન સુતરીયા આપણા માટે એક કલ્પના-બહારનો આંચકો લઇ આવ્યા. તેઓના ભાગે અશ્ફાકના ભૂતકાળને ઉખેળવાનું કામ આવ્યું તો તેનો તેમણે ભરપુર ફાયદો ઉઠાવી ડો.મિતુલ અને અશ્ફાકનો ભૂતકાળ એકમેક સાથે ગુંથી કાઢ્યો. તેમણે આ બંનેને એકબીજાના ભૂતકાળના પ્રેમી તરીકે પ્રસ્તુત કર્યા. ગામ, ધર્મ, વ્યવસાય, શોખ કે ઉમર..શેમાં ય બિલકુલ સમાનતા નથી, તો આટલા જબરદસ્ત ફરક સાથે આવો સંબંધ શક્ય હોઈ શકે તો તેનો જવાબ છે, હા. આ દુનિયામાં આવું પણ થાય જ છે. કારણ તેમનામાં એક સમાનતા હતી અને તે છે તેમની રૂચી. સમલિંગી હોવાની તેમની રૂચી. આ ગે-જગતમાં એક ટર્મ બહુ વિખ્યાત છે અને તે છે ‘સુગર-ડેડી’. હેટ્રોસેક્સ્યુઅલ જગતમાં યુવાન-કન્યા અને આધેડ-પુરષના એકમેક પ્રત્યેનું શારીરિક આકર્ષણે જ..તેમજ હોમોસેક્સ્યુઅલ જગતમાં યુવાન-છોકરાની અને તેના પિતાની ઉમરના કોઈ પુરુષની એકમેક પ્રત્યેની દૈહિક લાલસાઓએ જ..આ ‘સુગર-ડેડી’ નામનાં શબ્દનો જન્મ આપ્યો છે. સુગર-ડેડી એટલે કે ‘મીઠડો-બાપ’ સૂચક રીતે બહુ બધું કહી જાય છે. અને આવા સંબંધોના અનેકાનેક સત્ય-કિસ્સાઓ ય મોજુદ છે. આવા સંબંધો જોકે ચીર-કાલીન નથી હોતા, પણ અમુક કિસ્સાઓમાં જો તે સફળ થઈને લાંબો-કાળ ચાલે છે, તો રહેતા રહેતા તે પિતા-પુત્રી, કે પિતા-પુત્રની લાગણીના તંતુએ બંધાયેલ ગાઢ સંબંધોમાં પરિવર્તિત થતા જોવા મળે છે. અને પછી ધીમે ધીમે તેમાંથી સેક્સ-તત્વ સાવ લુપ્ત થઇ જતા આવા સંબંધો પછી..લાગણીઓની દ્રષ્ટીએ સગા પિતા-પુત્ર પુત્રી કરતા પણ વધુ બળવત્તર પુરવાર થાય છે. તો સરલાબેન આવા ન માન્યામાં આવે તેવા..પણ જે એક હકીકત પણ છે, તેવા સંબંધની વાત તેમના પ્રકરણમાં લઇ આવ્યા, અને સાથે સાથે આપણને અશ્ફાકના ભૂતકાળમાં ય લઇ ગયા. હવે આ એપિસોડથી આ વાર્તાનો બીજો રાઉન્ડ શરુ થાય છે. એટલે કે જે આઠ લેખકોએ પહેલા એક એક એપિસોડ લખ્યા છે, તેઓ હવે ફરી પાછા એક એક એપિસોડ લખશે. આમ આ એપિસોડ અનસુયાબેન દેસાઈએ લખ્યો છે, કે જેઓએ આ વાર્તાનો એપિસોડ-૨ પણ લખ્યો છે. અનસુયાબેન વિષયે તો પ્રકરણ-૨માં હું જણાવી જ ચુક્યો છું, અને મને આનંદ છે કે તેમના જેવા શાયરના-મિજાજના લેખિકા પાસે એક એપિસોડ લખાવવાનો મને ફરી એક અવસર મળ્યો. આ એપિસોડમાં તેઓએ પોતાના આ સરસ-મિજાજનો સંગીતમય આસ્વાદ આપણને હજી એક વાર તો કરાવ્યો જ છે, અને સાથે સાથે અશ્ફાકના ભૂતકાળની વાત પણ આગળ ચલાવી છે. એટલે મને ખાતરી છે કે આપ સહુને તેમનો આ એપિસોડ પસંદ આવશે જ. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા..