શબ્દાવકાશ-6 અંક-8

(18)
  • 4.1k
  • 1.3k

‘બેન કાલે હું ભણવા નહીં આવું. મારો જન્મદિવસ છે ’ કહેતીક ને નાનકડી સુમન દોડી ગઇ. નીરુની સાથે એની આ દીકરી પણ કામ કરવા જતી. અને સાથે સાથે ભણતી પણ ખરી. એની ભણવાની ધગશ જોઇ દિપ્તીબેન એને નવરાશના સમયે ભણાવતાં. સુમનથી નાની એક બહેન અને એક ભાઇ, એમ એ ત્રણ ભાઇ-બહેન. ત્રણેય ભણે, પણ બે બહેનો સરકારી શાળામાં અને ભાઇ દર મહિને ૨૫૦ -ની ફી વાળી પ્રાઇવેટ સ્કૂલમાં ભણે. દીકરા દીકરી વચ્ચેનો ઊડીને આંખે વળગતો તફાવત, પણ સુમનને એનું કાંઇ દુઃખ નહીં. એને તો ભાઇ સારી સ્કૂલમાં ભણે છે એનું ગૌરવ પણ ખરૂં..