લિખિતંગ લાવણ્યા -1

(207)
  • 10.5k
  • 26
  • 5.2k

આજના જમાનાની ચુલબુલી મોડર્ન યુવતી સુરમ્યાના હાથમાં લાવણ્યાની પચીસ વરસ જૂની ડાયરી લિખિતંગ લાવણ્યા આવે છે, આ ડાયરી સંજોગોનો ભોગ બની અજાણતાં જ જેનું જીવન એક વ્યસની સાથે જોડાઈ ગયું છે એવી લાવણ્યાની જિંદગીના જંગમાં ઝઝૂમવાની કથા છે. ડાયરી વાંચી રહેલી નાદાન અને ચંચળ સુરમ્યા એની રસપ્રદ ટીપ્પણીઓ સાથે કથા વાચક સુધી પહોંચાડે છે. સુરમ્યા માટે અને વાચક માટે એકસાથે લાવણ્યાની જિંદગીના પાનાં ઉઘડતાં જાય છે. સાથે સાથે સુરમ્યાની વર્તમાન જિંદગી પણ વાચકની સામે ખૂલતી જાય છે. લાવણ્યા અને સુરમ્યા બન્ને સાવ જુદા મિજાજના પાત્રોને લઈને આગળ વધતી આ કથાના લેખક ડો. રઈશ મનીઆર કવિ, હાસ્યકાર અને નાટ્યકાર તરીકે મોટી નામના ધરાવે છે તેથી જ તેમની આ સત્તર હપ્તાની નવલકથામાં ક્યાંક કવિતાની કુમાશ મળશે, ક્યાંક હાસ્યની હળવી પળો દેખાશે, તો ક્યાંક નાટકનો નકશો વરતાશે.