કોઇ માણસ સંપૂર્ણપણે પરફેક્ટ હોતો નથી. દરેકમાં કંઇક તો ખામી હોય જ છે. આપણી આદતો, માન્યતાઓ, વિચારો અને આપણો સ્વભાવ આપણને બીજા કરતાં જુદા પાડે છે. માણસમાં પ્લસ પોઇન્ટ્સ હોય છે માઇનસ પોઇન્ટ્સ પણ હોય છે. આ પ્લસ અને માઇનસના હિસાબ બાદ જે બચે છે એનાથી માણસની ઇમેજ બંધાતી હોય છે.