શબ્દાવકાશ-6 અંક-6

(12)
  • 4.4k
  • 2
  • 1.5k

જીવનના છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની, જીવી લેવાની ક્ષમતા દરેક માણસમાં ઈશ્વરે આપી છે. સફળતા સુધી પહોંચવાના રસ્તે ઘણી નકારાત્મક, નૈરાશ્યપૂર્ણ લાલચો આવતી હોય છે પણ સતત કશુંક પામવાની, મેળવવાની ઝંખના આ લાલાચોને વટી જાય ત્યારે જ સફળતા પ્રાપ્ત થાય છે. પ્રસિદ્ધ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોંગનાં જીવન પર આધારિત ઇરવિંગ સ્ટોનની નવલકથા ‘લસ્ટ ફોર લાઈફ’. એનો ગુજરાતીમાં ‘સળગતા સુરજમુખી’ નામે ભાવાનુવાદ કર્યો છે શ્રી વિનોદભાઈ મેઘાણીએ. શરીફાબહેનની ‘ગમતાનો ગુલાલ’ કોલમમાં આ નવલકથા વિષે સરસ લેખ વાચ્યો અને એક વિદ્યાર્થી જય દ્વારા આ નવલકથા વાંચવાનું સૂચન પણ મળ્યું ત્યારથી આ નવલકથા મનમાં રમતી હતી.