શબ્દાવકાશ અંક-6 લેખ-4

(24)
  • 3.7k
  • 1
  • 1.2k

ઈતિહાસનું આજે પુનરાવર્તન થતું હતું. પોતાની આલિશાન ઓફીસની એસી ચેમ્બરમાં બેઠા બેઠા શ્રી બુદ્ધ, ગૂગલ હેંગઆઉટ દ્વારા વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા પોતાના શિષ્યો સાથે ધર્મલાભ કરતા હતા ત્યાં પટાવાળાએ આવીને સમાચાર આપ્યા કે, “એક સ્ત્રી રડતાં રડતાં આવી છે અને આપને મળવા માગે છે.” આ સાંભળી ફુલ એસીના ૧૮ ડીગ્રી ટેમ્પરેચરમાં પણ શ્રી બુદ્ધના કપાળે પ્રસ્વેદ બિંદુઓ બાઝી ગયાં! એ પ્રસંગ યાદ આવી ગયો. થોડા વર્ષો પહેલાં આજ રીતે અચાનક કોઇ સ્ત્રી આવેલી ચડેલી, અને ખબર નહીં, નેટ પરથી સર્ચ કરતાં શ્રી બુદ્ધનો પ્રોફાઇલ જોઇને એને કોણ જાણે શું ગેરસમજ થયેલી કે સાવ અજૂગતી માગણી લઈને આવેલી!