છેલ્લે એ મોજ કરી કે, (રેશમ ભવન એપાર્ટમેન્ટની સામે આવેલ કુબેરનું મેદાન – ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોની હરકતો – મેદાનમાં અમારા વડે થતી પ્રિ-ક્રિકેટ ગોઠવણ – આઈસડીશ અને તેની સાથે અપાતું દોસ્તીનું પ્રૂફ – રમતમાં પ્રતિકના હાથમાં થયેલ ઈજા) આગળ મોજ, “આડું – અવળું કઈ ખાવાનું નથી. શરીરનું ધ્યાન રાખવાનું આ ઉનાળામાં ! અને, આ તડકામાં બહુ રખડવાનું પણ નહિ. ઉનવા થઇ જશે. બપોરે ૫ વાગ્યા પછી રોજ ભેગા થવાનું. ત્યાં સુધી બધાએ પોત-પોતાના ઘરે સુવાનું.” જેના ઘરે જઈને એના મમ્મી કે પપ્પા સમજાવે. આ સમયમાં પ્રતિકનું નામ ‘ઠૂંઠો’ પડી ગયું. આ નામ પાડનાર વ્યક્તિ એટલે કલ્પેશ રાદડિયા. રોજ-રોજ પ્રતિકને ઘરેથી બહાર લઇ જવા તેના મમ્મી કે પપ્પાને ગોળી પાવી પડતી. તેમાં એકવાર મજાક-મસ્તીમાં ‘ઠૂંઠો’ નામ બેન્ચમાર્ક બની ગયું. જો આવી ભલામણો સમજી જઈને તો ઉંમર સાથે દગો થયો કહેવાય. મેચ્યોર બનવું નહોતું. કદાચ, બધું તરત સમજાવા લાગીએ તો ભૂલ જ ન થાય. ભૂલ ન થાય તો અમારા પર ગુસ્સો કોણ કરે જો ગુસ્સો કોઈ ન કરે તો વાતાવરણ શાંત થઇ જાય. આ વાતાવરણમાં સતત અમારા તોફાનના વાઈબ્ઝ તરંગિત રહેવા જોઈએ. તો જ જે-તે અવસ્થાની મજા છે. અનેકાનેક મજા !