તમે તો કશું બોલશો જ નહીં, પપ્પા

(60)
  • 2k
  • 4
  • 624

વર્ષોથી સ્ત્રી વિહોણા ઘરમાં એક સ્ત્રીના પ્રવેશથી ઘણું બધું બદલાયું. કુંદનલાલ આ બદલાવ માટે બધી રીતે તૈયાર જ હતાં. આમ પણ અનિલની ખુશીથી વધારે મોટી ખુશી એમને મન બીજી કોઈ નહોતી. એટલે એમણે બધું સાહજિકતાથી સ્વીકાર્યું. અનિલની જોબમાં પ્રમોશન થયું, અનિલે સરસ મજાની કાર લીધી, અનીલે સુખ સગવડના બધા લેટેસ્ટ સાધનો ઘરમાં વસાવ્યા. આવા નાના નાના ખુશીના સમાચારો મળતા રહ્યા અને સમય સારી રીતે પસાર થતો રહ્યો.