શબ્દાવકાશ અંક-6 ઃ લેખ-3

(11)
  • 3.4k
  • 1.1k

આપણે આગલા બે ભાગોમાં બાપ્તિસ્મા અને પ્રભુભોજન બે સંસ્કારો વિશે જાણ્યું. એ મુજબ નાનપણમાં બાપ્તિસ્મા થયા બાદ દ્વારા અને યુવાન વયે પ્રભુભોજન દ્વારા ચર્ચના પૂર્ણ સભાસદરુપે ચર્ચ દ્વારા સ્વીકાર થાય છે…અને આ બન્ને સંસ્કારોની ચર્ચના રજિસ્ટરમાં નોંધ થાય છે. હવે મૂળ વાત, લગ્નની વાત, જે આપણે મુદ્દાસર સમજીએ. ૧.પ્રભુભોજની સભ્યોના લગ્ન જ ચર્ચમાં થઇ શકે છે. વરકન્યા બન્નેનાં ચર્ચ તરફથી એક અત્યંત જરુરી એવા એક ભલામણ પત્ર બન્ને પક્ષ એકબીજાના પાળક રવાના કરે છે કે,આ કુંવારી વ્યક્તિ અમારા ચર્ચની મેમ્બર છે અને અમારી જાણ મુજબ સારુ ચારિત્ર ધરાવે છે.