શબ્દાવકાશ અંક-6ઃ લેખ-1

(15)
  • 3.3k
  • 3
  • 1.2k

માનવી ઉત્સવ પ્રિય પ્રાણી છે. એટલે કોઈને કોઈ બહાને ઉત્સવોની ઉજવણી તો થતી જ રહે છે. જન્મ, મરણ, લગ્ન, જન્મ દિવસ, લગ્નની વર્ષ ગાંઠ, ઈશ્વરીય અવતારનો પ્રાગટ્ય દિવસ, રાષ્ટ્રીય નેતાનો જન્મદિવસ કે પુણ્ય તિથી, સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન વિગેરે વિગેરે. વરસમાં અલગ અલગ સમયે અલગ તહેવાર કે ઉજવણીનો દિવસ આવતો રહે છે. પોતપોતાના મનગમતા વ્યક્તિઓ સાથે ઉત્સવ ઉજવાતા જ રહે છે. રોજબરોજની સ્ટ્રેસફૂલ લાઈફમાં આવા ઉત્સવો માનવીની રોજીંદી જીંદગીમાં એક નવો પ્રાણ પૂરતા રહે છે ઉત્સવો માનવીની રોજીંદી જીંદગીમાં ઉત્સાહ ભરે છે અને જીવનને આનંદથી જીવવાનું જોમ આપતા રહે છે.