વમળ પ્રકરણ -1

(117)
  • 8.4k
  • 15
  • 5.1k

વમળ માનવીની જિંદગીમાં ઉઠતાં રોમાંચક વમળોની કથા. “વમળ” એક એવા પરિવારની કથા છે જેમાં પરિવારના પાત્રો કુદરતે સર્જેલા સંજોગોમાં અટવાઈ જઈ સંબંધોમાં અનેકાનેક વમળો સર્જે છે. ઘણીવાર મનુષ્ય વિધાતાએ ચિંધેલા માર્ગે પોતાની ઈચ્છા અને આદતથી વિરુદ્ધ દોરાતો જાય છે. જયારે તમારી મથરાવટી મેલી ના હોય છતાંપણ સંજોગોએ ઉભા કરેલા બનાવોમાં જો પ્રતિકાર કાર્ય વિના દોરાતાં રહો ત્યારે ભવિષ્યની જીંદગીમાં અનેક સવાલો ઉઠે છે અને એ જવાબો આપવાનું કે શોધવાનું ઘણું અઘરું થઇ પડે છે. સમૃદ્ધ પરિવાર હમેશા સુખી જ હોય છે એ ભ્રમનો “વમળ” ભંગ કરશે એ રીતે કથાવસ્તુ તૈયાર કરી છે છતાં “વમળ” પણ અનેક લેખકોના હાથ નીચેથી પસાર થવાની છે તો મારી ઈચ્છા વિરુદ્ધના વમળો પણ સર્જાશે જ એની પુરેપુરી વકી છે. અસ્તુ. -અજય પંચાલ