અચાનક તમે ખિસ્સામાંથી કંઇક કાઢ્યું એ લાલ ડબી મેં ઘણી વાર જોયેલી હતી એમાં લોકો કદાચ વીંટી લાવતા પણ મારા માટે કોઈએ એવું કઈ કદી લાવ્યું ના હતું. મળતું તો બસ મારી મહેનતનું ફળ કેટલીક હવસના કુંડામાં ભીંજાયેલી કાગળની નોટ, અશ્લીલ શબ્દો અને એમની હવસ ભરી નઝરો. હું કઈ બોલું એ પહેલા તમે એ રીંગ મારી આંગળીમાં પહેરાવી દીધી. કદાચ મારે ઘણું બધું કહેવું હતું પણ એ ડાયમંડની ચમક મારા શબ્દો પર એવો પ્રકાશ ફેંકી ગઈ કે હું કઇ બોલી ના શકી. તમે મને અચાનક લગ્ન માટે પ્રપોઝ કર્યું અને છેલ્લે મારી મુશ્કેલી વધારવા મારા વગર ના જીવી શકવાની વાત કરી... મારે કેમ સ્વીકારવું એ પ્રશ્ન મને તડપાવતો હતો એટલે જ મેં ત્યાંથી ચાલતી પકડી અને પછી જવાબ આપવા કહ્યું. કેવી રીતે એમ કહી દેતી કે હું તમારા લાયક નથી, મારી જીભ પણ કઈ રીતે ઉપડે. તમારી સામે બોલવું મારા માટે અશક્ય હતું પણ તમારી જીંદગી બગાડું એટલો અધિકાર મને નથી. ...વધુ વાંચો આપના અમૂલ્ય પ્રતિભાવ નીચેના બોક્સમાં જરૂર થી આપજો...