Speechless Words CH.13

(28)
  • 3.4k
  • 2
  • 1.1k

પ્રકરણ 12 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ પ્રતિક અને આદિત્ય દિયાને જોવા માટે સ્કૂલમાં ગર્લ્સના ફ્લોર પર પગથિયાં ઉપર છુપાઈને જુએ છે. આ સમયે દિયાને બદલે આદિત્ય કાવ્યાને જોઈ જાય છે. આદિત્યને કાવ્યા ગમતી નથી અને તે તરત જ પગથિયાં પરથી પકડાઈ જવાની બીકે નીચે ઉતરી ક્લાસમાં આવી જાય છે. આ તરફ દિયાના ઘરે તેના કાકા કાકી અને કઝીન ભાઈ રાજન અમદાવાદથી આવે છે. અચાનક તેમનું અમદાવાદથી આવવાનું કારણ દિયાના સગા ભાઈ માધવ અને તેના કાકાના દીકરા ભાઈ રાજનની જનોઈની તારીખ નક્કી કરવાનું હોય છે. દિયાને બરાબર જનોઈ સમયે પરીક્ષા હોવાથી તે તેના પિતાને તારીખ બદલાવવા કહે છે પરંતુ બીજી બધી તારીખોમાં મુહૂર્ત સારા ના હોવાથી જનોઈ એક્ઝામ પર જ નક્કી થાય છે. આ એક્ઝામ સમયે જનોઈ હોવાથી દિયાને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. એકઝામના અઠવાડીયાના વેકેશન દરમિયાન દિયા અમદાવાદ તેના કાકાના ઘરે રોકાવા માટે જાય છે, જ્યાં તેને તેના કાકાની સામે રહેતો છોકરો ગમી જાય છે. તેનું નામ દિયાને ખબર હોતી નથી. દિયા દરરોજ પોતાના કાકાના ઘરેથી તેને ડાન્સ કરતો જુએ છે. દરરોજ તેને લેંડલાઇનમાં ફોન કરે છે પણ વાત નથી કરી શક્તી. આ કોઈ ગમતું હોવા છતાં તેને કહી ના શકવાનો અનુભવ એટલે ‘સ્પીચલેસ વર્ડ્સ’. હવે, શું દિયા આ છોકરા સાથે વાત કરી શકશે તો આદિત્ય અને દિયા ક્યારે મળશે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... મિત્રો, જે ફિલિંગ્સ છે કોઈ ગમતું હોવા છતાં પણ ના બોલી શકવાની તેને જ કહેવાય ‘સ્પીચલેસ વર્ડ્સ’. જેનું વર્ણન મેં પ્રકરણ 12માં કરેલું કે તમારે બોલવું છે. તમારે કોઈકને તમારા દિલની વાત શેર કરવી છે. પરંતુ બરાબર સમયે તમારું હ્રદય ખૂબ જ ગતિથી ધબકવા લાગે છે, હાથ પગ ધ્રૂજવા લાગે છે. શરીરની ગરમીમાં એકાએક પરીવર્તન આવવા લાગે છે. કપાળની રેખાઓમાં અને ક્યારેક તો હથેળીની રેખાઓમાં પરીવર્તન આવે છે. કદાચ, દિયા સાથે પણ આવું જ બન્યું હશે.