જામો, કામો ને જેઠો (૬ - કુબેરનું પોપડું)

(67)
  • 4.5k
  • 1
  • 1.6k

છેલ્લે એ મોજ કરી કે, (ઉગમનગરના મેદાનમાં કિશોર સાથે જવાનું નક્કી થયું – મનજી પોળો, કિશોર અને મારી જુગલબંધી – ડિમ્પલના ભાઈને હેરાન કરવા માટેની ટેક્નિક – નિષ્ફળ પ્રયાસ – ડિમ્પલનું મેદાન પર આવવું – અદ્દલ હિરોઈન લાગવી – કિશોર અને ડિમ્પલનું કનેક્શન – ડિમ્પલના ઘરે જઈને સામાન મૂકી આવવું) આગળની મોજ માટે, સ્કૂલથી છૂટીને ટ્યૂશન અને ત્યાંથી કુબેર. લગભગ અમુક બજેટ સાથે અમે રવિવારનો આખો દિવસ કુબેરના પોપડાંમાં કાઢતા. ખેંચી – ખેંચીને છક્કા લગાવવા, ટીમને પોતે છેલ્લે આવીને જીતાવવી, સારી ફિલ્ડીંગ કરવી, અઘરા કેચ પકડવા, બોલને ક્લાસિક ‘સ્પિન’ કરાવવો, સાઈકલના પાછલા ટાયરને ‘હીટ’ કરે તેવો થ્રો મેદાનના કોઈ પણ છેડેથી કરવો – આ બધી રમ્યા પહેલાની લાક્ષણિકતાઓ હતી, જે રમવા જતા પહેલા મનમાં દોડ્યા કરતી હતી. અમારી ટીમ એટલે હું (લગભગ નકામો), કલ્પેશ (બેટિંગ), પ્રતિક – દ્રવિડ (કેપ્ટન બનવું વધુ ગમે – બોલિંગ), ગાંગાણી (ખેંચીને ‘આઉટ ઓફ ગ્રાઉન્ડ’ બોલ ફટકારનાર જેક સ્પેરો), મિલન (હોશિયાર છોકરો રમવા ઓછો આવે), નિર્મળ – મેકગ્રા (ઓછું બોલવાનું – વધુ રમવાનું), ધવલ – વાયડાઈ (એ ઉગમનગર વાળો, કુબેરનગરના મેદાનમાં ન ફાવે), કમલેશ – જોન્ટી રહોડ્ઝ (ઓલ-રાઉન્ડર અને ક્લાસિક ફિલ્ડર), હિરો (અડધેથી જોડાય અને ક્યારેક રમે પણ ખરો !) આ બધી અમે નોટો. આ ટીમ દોસ્તીમાં પણ સાથે અને રમવામાં પણ ! એ સમયે તો જીંદગીના જંગમાં પણ સાથે રહીને કામ કરવાની દુહાઈઓ આપતા હતા.