નો રીટર્ન - 6

(460)
  • 17.5k
  • 12
  • 8k

અમે છક થઈને હજુ આના વિશે વિચારી જ રહ્યા હતા કે અમને કોઈક અવાજ સંભળાયો. એવું લાગ્યું કે ગુફાના મુખ પાસે કંઈક અથડાયું. કદાચ કોઈ પથ્થર ઉપરથી નીચે ગબડીને ગુફાના દ્વારે પડ્યો હતો. એવો જ કંઈક અવાજ હતો એ.. અમારા કાન સરવા થયા કારણ કે અમે ત્રણેયને એ અવાજ સંભળાયો હતો. અચાનક ફરીવાર અવાજ આવ્યો અને પછીતો ધડબડાટી બોલી ગઈ હોય એવો અવાજોનો સિલસિલો ચાલુ થઈ ગયો હતો. જાણે કે ઘણા બધા માણસો એકસાથે ગુફામાં ઘુસવાની કોશિશ કરી રહ્યા હોય એવા અવાજા હતા. એ જરૂર.. કોઈ ત્યાં આવ્યું હતું. કોણ હોઈ શકે એ... પૂજા અને ટીના તો અહીં પહોંચવાની કોશિશ પણ ન કરે... તો પછી કોણ હોઈ શકે... મારા મગજમાં ઘણાં બધા સવાલો ઉઠ્યા. અને હું ઊભો થઈને રીતસરનો બહારની તરફ ધસ્યો. થેંબો મને બહાર જતા જાઈને જલદી જલદી એ મૂર્તિમાં હીરા ૨૧૬ ભરવા લાગ્યો અને પછી એ મૂર્તિઓને થેલમાં મૂકી.