અભિમાન (૧૯૭૩)-કિશોર શાહઃસંગોઇ હૃષીકેશ મુખર્જીની દાંપત્ય જીવન દર્શાવતી આ સુંદર ફિલ્મ છે. એક જ વ્યવસાય ધરાવતા દંપતિની વાત છે. પુરૂષ પ્રધાન સમાજમાં જો પત્ની પતિ કરતાં ચઢીયાતી હોય તો લગ્નજીવનમાં ઘવાયેલા અહમ્ થકી ઘર્ષણ જન્મે છે. આ ઘર્ષણ લગ્ન જીવનમાં ભંગાણ પણ પાડી શકે છે. આ વાત ‘‘અભિમાન’’માં સુંદર અને સહજ રીતે વણાઇ છે. આ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે જયા ભાદુરીને ૧૯૭૪નો ફિલ્મફેર ઍવોર્ડ મળ્યો હતો. કલાકાર : અમીતાભ બચ્ચન-જયા ભાદુરી-અસરાની-બીંદુ-એ. કે. હંગલ-ડેવીડ-દુર્ગા ખોટે-માસ્ટર રાજુ અને અન્ય સ્ક્રીન પ્લે : નબેન્દુ ઘોષ સંવાદ : રાજેન્દ્રસીંઘ બેદી ગીત : મજરૂહ સુલતાનપુરી ગાયક : લતા મંગેશકર-કિશોર કુમાર-મહમદ રફી-મનહર-સુનીલ કુમાર-અનુરાધા પૌડવાલ-એસ.ડી. બર્મન સંગીત