અનેક તર્કવિતર્ક સાથે સતત એક વર્ષથી ધૂનકીની જેમ ચાલતા પ્રવાહને અવરોધીને ‘સખા સરાહના.’ વાર્ષિક અંકનાં વધામણાં સાથે પુરુષત્વને વધાવાની પહેલ. જાણવા અને માણવા જેવો એક વિષય કે શું વિચારે છે સખીઓ પુરુષો વિશે. એમની વિચારસરણી તથ્ય અને તટસ્થ છે ખરી સ્ત્રીની નજરે પુરુષવર્ગ વિશેનાં વિચારો વાંચવાની મજા પડે એવું છે. મૂડી, મિજાજી, હેન્ડસમ, હન્ક! દોસ્તારો સાથે ચિલ્લ કરતો બાઈકિંગ રાઈડિંગ હેન્ગાઉટ કરતો યુવાન! પ્રેમી અને પરાક્રમી પણ! પ્રમાણીક, જવાબદાર જનૂની અને જક્કી ખરો! એકમેક વિના જેને ન ચાલે. બંને પૂરક અને અરસપરસ સમાન! સખાગણને સમર્પિત અંક વાંચવાનું આહ્વાન.