સૌથી પહેલા ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ અને યુવાન બન્ને એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. હું સ્કૂલમાં હતો ત્યારે જ આ સ્ટોરી પ્લોટ તૈયાર કર્યો હતો પણ મને એડ્વેન્ચરની વાર્તા વધુ પસંદ હતી આથી પ્રથમ નવલકથા તરીકે ‘ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડ્વેન્ચર’ને તમારી સામે રજૂ કરી હતી. તો હવે રજૂ કરું છું મારી દ્વિતીય ઇ-નોવેલ ‘સ્પીચલેસ વર્ડ્સ’… પ્રકરણ 10 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્યનો સ્કૂલમાં લેવાયેલ પ્રથમ સાપ્તાહિક પરિક્ષાના ટોપ ટેનમાં દસમો નંબર આવે છે, જ્યારે દિયાનો આગિયારમો નંબર આવે છે. આથી આદિત્યની નામ ટોપ 10 વિધ્યાર્થીઓની યાદીમાં છપાય છે, જ્યારે દિયા તેનાથી વંચિત રહી જાય છે. આદિત્યનું નામ વાંચતાં જ દિયાને તેને મળવાની ઈચ્છા થાય છે અને તે પોતાના બધા મિત્રોને આદિત્યને મળવાની ઈચ્છા વિશે કહે છે. પ્રકરણમાં છેલ્લે આરતી, કાવ્યા અને ઈશા દિયાની સ્વિમિંગ કોમ્પિટિશન જોવાના હેતુથી રાજકોટના વિશ્વ વિખ્યાત સ્વિમિંગ પૂલ સરદાર પટેલ સ્વિમિંગ પૂલ જાય છે. પ્રતિકને આ વાતની ખબર પડતાં તે પણ આદિત્ય, રાહુલ અને અભિષેક સાથે સ્વિમિંગ પૂલે પહોંચી જાય છે. પ્રકરણના અંતમાં આદિત્યને ઘરેથી ફોન આવે છે. હવે આ ફોન કોનો હશે શું દિયા આદિત્યને મળશે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...