દાદા નો પોતાના પૌત્ર ને પત્ર

(34)
  • 6.4k
  • 6
  • 1.4k

Selected in Matrubharti letter writing competition. થોડા વખતથી એક વાત મનમાં રમતી હતી કે મારા વહાલા પૌત્રને ઉદ્દેશીને ઘણા ઘણા પત્રો લખું અને એના તરફનો મારો પ્રેમ વ્યકત કરું. જે પત્રો એ મોટો થઈને વાંચે અને મને યાદ કરે. એ દરમ્યાન જ માતૃભારતી એ પત્રલેખન સ્પર્ધાનું આયોજન કર્યું એટલે મારાથી આ પત્ર લખ્યા વગર રહેવાયું નહિ. સ્પર્ધામાં આ પત્ર પસંદગીને પાત્ર થયો છે એનો આનંદ છે. આપ સહુ વાચકો પણ આનંદ પામશો અને યોગ્ય પ્રતિભાવ આપશો એવી આશા છે. માતૃભારતી તરફ આભારની લાગણી વ્યક્ત કરું છું. -યશવંત ઠક્કર