જિંદગી આપણે લીધેલા નિર્ણયો ઉપરથી આકાર પામતી હોય છે. ક્યારે હા પાડવી અને ક્યારે ના પાડવી એ નક્કી કરવું સહેલું હોતું નથી. હા પાડતા પહેલા સો વાર વિચાર કરવો પડે છે. ના પાડતા પહેલા હજાર વખત વિચારવું પડે છે. હા પાડી દેવામાં હજુયે વાંધો નથી આવતો. ના પાડવાની આવે ત્યારે કઇ રીતે ના પાડવી એ નક્કી કરવું પડે છે. ઘણા લોકો ના પાડી શકતા નથી. ના ન પાડવાનો બોજ પછી એ આખી જિંદગી વેંઢારતા રહે છે.