પ્રકરણ 9 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અને દિયા બંને પોતાના ઓપ્શનલ સબજેક્ટ તરીકે પી. ટી. રાખે છે. ત્યારબાદ આદિત્યને A ડિવિઝન ક્લાસ ફાળવવામાં આવ્યો, જ્યારે દિયાને સી ડિવિઝન ફાળવવામાં આવ્યો. પ્રકરણના અંતમાં આપણે જોયું કે સ્કૂલમાં રામાનુજન ગણિત પરીક્ષાનું આયોજન થયું હતું. આ પરીક્ષામાં પ્રતિક અને તેની મનપસંદ છોકરી આરતીએ પણ ભાગ લીધો હતો. આરતી પ્રતિકને એક પ્રશ્ન પૂછવાના બહાને પેપરમાં વાત કરે છે. પ્રકરણના અંતમાં બંનેની ફ્રેન્ડશિપ થાય છે અને હવે વાત આગળ વધે છે. પ્રશ્ન એ છે કે આદિત્ય અને દિયાની ફ્રેન્ડશિપ ક્યારે થશે હેત્વી વાર્તામાં ક્યારે આવશે કેવા હશે આદિત્ય અને હેત્વીના સ્કૂલના દિવસો આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...