કામશાસ્ત્રમાં નારી

(141)
  • 31.2k
  • 51
  • 8.7k

આજની એકવીસમી સદીની નારી માટે કહેવાય છે કે નારી તું નારાયણી, પરંતુ આજથી લગભગ બસો પાંચસો નહીં બલ્કે વેદો અને પુરાણોનાં કાળથી જ નારીને મેલવવાનાં અલગ અલગ માપદંડો હતાં. સ્ત્રી અને પુરુષનાં સંબંધનો પાયો અને તેનાં અમુક ગુણો દોષો તેમજ નિયમો આપતું શાસ્ત્ર એટલે વાત્સ્યાયન મુનિનું કામસૂત્ર, ભરત મુનિનું નાટ્ય શાસ્ત્ર, તેમજ કંઈ કેટલાંય ગ્રંથોમાં કેવી નારી સાથે સંબંધ રાખવો અને કેવી નારી સાથે નહીં તેનાં પર ઘણું બધું લખવામિં આવ્યું છે, કંઈ કેટલાંયે તેનાં પ્રકારો પાડવામાં આવ્યાં છે અને નારી બસ એવાં નિયમોમાંથી પસાર થઈને આજની અત્યાર સુધીની સફર ઘણી સફળતા પૂર્વક પાર પાડી શકી છે. તો આવો જોઈએ કે પ્રાચીનકાળમાં સ્ત્રીઓની મૂલવણી કેવી રીતે કરવામાં આવતી