મુખ્યત્વે સંયમ પર ગાંધીજી દ્વારા લખવામાં આવેલા ચરિત્ર્ય અને રાષ્ટ્રનિર્માણમાં મુખ્યત્વે અગિયાર જેટલા મહાવ્રતો વર્ણવવામાં આવ્યા છે જેમાં સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય અપરિગ્રહ, અભય, અસ્પૃશ્યતા નિવારણ, જાત મહેનત, સર્વધર્મ સમભાવ, સ્વદેશીનો સમાવેશ થાય છે. ગાંધીજીએ વર્ણવેલા આ વ્રતોમાં મુખ્ય સાર સંયમ વ્યક્ત થાય છે. દક્ષિણ આફ્રિકાથી લઇને ભારતને સ્વતંત્રતા અપાવવા સુધીની સફરમાં રાષ્ટ્રપિતાએ જે કંઇ પોતાની જિંદગીમાં અનુભવ્યું છે તે વિશે સવિસ્તર માહિતી આપતું આ પુસ્તક વિવિધ બાબતોમાં સંયમ રાખવાના માર્ગો બતાવે છે. તેઓ વિનયપૂર્વક કહે છે કે કોઇને મારા બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા જહાપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયના બે લખાણોમાંથી પાછલા લખાણને પ્રમાણભૂત માને. ટૂંકમાં કહીએ તો જો ગાંધીજીના 11 વ્રતોને જિંદગીમાં ઉતારીએ તો પ્રત્યેક વ્યક્તિમાંથી અવગુણ વિદાય લઇને સદાચાર જન્મે તેમાં શંકા નથી ઉપરના અગિયાર મહાવ્રતો વિશે માહિતી અને તેની આવશ્યકતાઓની માહિતી આપતું સુંદર પુસ્તક.