બુઆ

(21)
  • 2.6k
  • 1
  • 697

‘બડો શેતાન છે, આ છોકરો ! જોયું મેં વાતમાં સહજ રીતે ‘ઘરકી મુર્ગી દાલ બરાબર’ કહેવત પ્રયોજી અને મને ‘મુર્ગી’ કહીને ભાગી ગયો !’ બુઆએ સૌની આગળ મલકતા મુખે આંખો ઉલાળતાં ઔપચારિક ફરિયાદના સ્વરે કહ્યું. ‘એ તારી સાથે પકડદાવ રમવા માગે છે, એટલે તો તને સતાવે છે ને !’ દાદી ગુણસુંદરીએ પોતરાનું ઉપરાણું લીધું. ‘આમ જ બધાં એને ફટવો છો. બસ, આજે જ મારા બેડરૂમમાંથી તેનાં બિસ્તરાંપોટલાં ઉપડાવી ન દઉં તો મારું નામ બુઆ નહિ, હા !’ ‘બુઆ, મુન્નો હરગિજ એમ નહિ કરે ! તારે જ એ ઉપાડવાં પડશે અને વળી તારે જ કાનબુટ્ટી પકડીને એની માફી માગતાં એ જ બિસ્તરાંપોટલાં પાછાં લઈ જવાં પડશે ! તું જ એના વગર રહી નહિ શકે, જોજે !’ દાદાએ છાપામાંથી મોં ઊંચું કર્યા વગર ગર્વભેર આગાહી કરી દીધી. ઘરનાં આબાલવૃદ્ધ સૌ મલ્લિકાને ‘બુઆ’ તરીકે જ સંબોધતાં હતાં. પૂર્ણ કૉરમ સાથેની એ સંયુક્ત પરિવારની આવી મહેફિલ સવારના નાસ્તાટાણે માત્ર રવિવારે જ જામતી …